કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” : 08-04-2017

આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે  મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત કરી. આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી શાળા સારુ શિક્ષણ મળે તે માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન’ જેવા કાયદાઓ આપ્યા જ્યારે ભાજપ સરકારે આ કાયદાનો અસરકારક અમલ ન  કરીને આદિવાસી સમાજને નુકશાન કર્યું છે. તેથી આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન”” ના ભાગ રૂપે ખેડબ્રહ્મા, દાહોદ બાદ બોડેલી ખાતે ત્રીજી જાહેરસભા રાખવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note