કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 8/1/2016 ના રોજ 33 જિલ્લામાં અને તા. 11/1/2016 ના રોજ 230 તાલુકા કક્ષાએ કાર્યક્રમ : 06-01-2016
મોંઘવારીના માર, જીવન જરૂરિયાત વાળી વસ્તુઓના બેફામ ભાવ વધારો, ગરીબ-મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ત્યારે, સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારો તાકીદે પાછો ખેંચે તે માટે ધરણાં-પૂતળાદહન – આવેદનપત્ર સહિતના કાર્યક્રમોની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં “અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર અબકી બાર…. ” જેવા સૂત્રો પોકારી ખોબે ખોબે મત મેળવીને સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકાર દેશના નાગરિકોને મોંઘવારીનો બેફામ માર આપી રહી છે. અધુરામાં પુરુ ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ પર એક ટકા વેટનો દર અને 2 ટકા સેસનો વધારો કરેલ છે. જ્યારે ડીઝલ પર વેટના દર 3 ટકા વધારો ઝીંકી દીધો છે. પરિણામે અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારો અને મોંઘવારીમાં ઉમેરો થશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો