કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 23/10/2015 ને સવારે 11-00 કલાકે, હલ્લાબોલ કાર્યક્રમ સાથે દેખાવો
દોઢ વર્ષ પહેલાં આ દેશની જનતાને મોંઘવારીના મારથી બચાવવાની જુઠ્ઠી વાતો ફેલાવીને દેશની જનતા અને સંસદને બાનમાં લેનાર ભાજપના નેતાઓએ ‘અચ્છે દિન આયેંગે’ અને ‘બહુત હુઈ મહંગાઈ કી માર’ ‘અબકી બાર મોદી સરકાર’ જેવાં નારાઓ આપી દેશની જનતાને સપના દેખાડી, ભરમાવીને ખોબલે ખોબલે મતો મેળવી સત્તા પ્રાપ્ત કરી. તેઓ સત્તામાં આવતાની સાથે જ કાળાબજારીયા, સંગ્રહખોરો, વચેટીયાઓ અને દલાલોના ‘અચ્છે દિન’ ની શરૂઆત થઈ ગઈ. જ્યારે બીજી બાજુ દેશ અને ગુજરાતના નાગરિકોના માઠા દિવસોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રજા વિરોધી ભાજપ સરકારની નિતી અને નિયતને ખુલ્લી પાડવા અને થોડી પણ શરમ ભાજપ સરકારમાં બચી હોય તો સંગ્રહખોર-કાળાબજારીઓને અંકુશમાં લાવે તેવી માંગ સાથે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરમાં આવેલ અન્ન નાગરિક પુરવઠા કચેરીની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 23/10/2015 ને સવારે 11-00 કલાકે, હલ્લાબોલ કાર્યક્રમ સાથે દેખાવો કરવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો