કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો – પ્રજા માટે રાહત કાર્ય કંટ્રોલ રૂમની શરૂઆત : 17-07-2018
ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે હાજારો પરિવાર અસર પામ્યા છે. શ્રમિકો ખાસ કરીને રોજનું રોજ કમાતા પરિવારો-બાળકો, મહિલાઓ મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે ગુજરાતની પ્રજાને રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાહત કાર્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની પ્રજાની જાન-માલ હાનિનો ભોગ બની રહી છે. સતત પડેલા વરસાદને લીધે રાજ્યમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો