કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી આશ્રમ ખાતે “દમન આક્રોશ રેલી” : 04-01-2016
ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે નાગરિકોના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 5મી, જાન્યુઆરી ના રોજ મંગળવારે બપોરે 2-00 કલાકે, ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે “દમન પ્રતિકાર રેલી” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો