કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ-ભૂજના નલિયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” પ્રારંભમાં : 18-02-2017

નલિયા દુષ્કર્મ કાંડમાં જે રીતે વિગતો એક પછી એક ખુલ્લી પડી રહી છે, પીડીતાની એફ.આઈ.આર. નોંધતા પોલીસ તંત્રને ૧૩ દિવસ જેટલો લાંબો સમય લાગે, સમગ્ર કાંડમાં મોટા માથાઓના નામ ન ખૂલે તે માટે સમગ્ર તંત્ર કામે લાગે ત્યારે ગુજરાતની બહેન-દિકરીઓની સલામતી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ-ભૂજના નલિયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” ના પ્રારંભે સવારે ૧૦-૦૦ કલાકે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ તથા મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખશ્રીમતી શોભા ઓઝા સહિતના આગેવાનોએ નલિયા કાંડ-ભાજપ કાંડ અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.  કચ્છ-ભૂજ નલિયાથી પ્રારંભ થયેલ “બેટી બચાવો યાત્રા”” કચ્છના વિવિધ વિસ્તાર ભૂજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી થી માળિયા થઈ મોરબી ખાતે રાત્રે ૮-૦૦ કલાકે પહોંચીને જાહેરસભાને સંબોધન કરશે. નલિયા દુષ્કર્મ કાંડમાં -ભાજપના કારનામા વધુ ખુલ્લા ન પડે તે માટે ડઘાઈ ગયેલ ભાજપે “બેટી બચાવો યાત્રા” રેલીમાં જોડાયેલ સ્થાનિક નાગરિકો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો પર હિંસક હૂમલો કરાવ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note