કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલી : 02-10-2016

ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં સત્તામાં છે ત્યાં દલિતો ઉપર અત્યાચારના બનાવોમાં અનેકગણો વધારો થયો છે. દલિત સમાજના ભાઈબહેનોના હક્ક અને અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. શિક્ષણ, રોજગાર, આવાસ અને સલામતી એ કોઈપણ સમાજ માટે મહત્વની બાબત છે. ખાસ કરીને શોષિત અને પોડિત દલિત સમાજની પ્રગતિ અને પરિવર્તન માટે શિક્ષણનો અધિકાર અનિવાર્ય છે. કમનસીબે ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ અતિ મોંઘુ થયું છે. સરકારી નોકરીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. અનામતના બંધારણીય હક્કોનું પાલન યોગ્ય રીતે થતું નથી. દલિત સમાજને તેમના હક્કના ઘરથાળના પ્લોટ કોંગ્રેસ શાસનમાં સરળતાથી ઉપલબ્ધ થતા હતા. ભાજપ સરકાર છેલ્લા ૧૫ વર્ષમાં દલિત સમાજને તેમના હક્કના ઘરથાળના પ્લોટ આપવામાં નિષ્ક્રિયતા દાખવે છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note