કોંગ્રેસ પક્ષ ‘‘જન જાગરણ અભિયાન’’ : 13-11-2021

  • કોંગ્રેસ પક્ષ‘‘જન જાગરણ અભિયાન’’ થકી પ્રજાના જાગૃતિની સાથે સાથે સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરશે : શ્રી અમિત ચાવડા
  • ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી: શ્રી અમિત ચાવડા
  • મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટને ઉજાગર કરવા ભાજપના સાંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, મંત્રી મંડળના સભ્યોનાં ઘરે જઈ લોકોની માંગણી-લાગણીને રજુ કરવામાં આવશે.

મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલ પારાવાર મુશ્કેલીઓ અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવનાર ‘‘જન જાગરણ અભિયાન’’ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રજાવિરોધી, ભ્રષ્ટ અને અણઘડ ભાજપ શાસનમાં ગુજરાતનો સામાન્ય-મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ગુજરાતના લાખો યુવાનો બેરોજગાર છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note