કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સુસજ્જ છે : 24-10-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સુસજ્જ છે. કોંગ્રેસ પક્ષ સિદ્ધાંતો અને વિચારધારાને વરેલો છે. ભાજપની “ઉંઘતી સરકાર”ને લીધે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થી-યુવાનો, બેરોજગારો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો, વેપારીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ પણ પરેશાની અનુભવી રહ્યા છે. ભાજપની બેજવાબદાર, બંધારણીય માળખાને તહસનહસ કરવાની નીતિવાળી ભ્રષ્ટ સરકાર છે, જેથી તમામ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. શિક્ષણની સ્થિતિ કથળી છે. આરોગ્ય ક્ષેત્રની હાલત બદ્તર બની છે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બેકાબુ છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. નર્મદા યોજનાની નહેરોનું કામ અધૂરું છે, વાયબ્રન્ટ સમીટ અને ઉત્સવો દ્વારા પ્રજા સાથે છેતરપીંડી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો