કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા એન.સી.પી. ના કાર્યકર અને આગેવાનો

  • એન.સી.પી. ના ૫૦૦ થી વધુ મુખ્ય કાર્યકર આગેવાનો એન.સી.પી. સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા.
  • એન.સી.પી. સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ પહેરાવીને સ્વાગત કરતાં શ્રી ભરતસિંહ સોલંકી અને શ્રી અશોક ગેહલોતજી

રાજ્ય સભાની ચૂંટણી દરમ્યાન જે રીતની પરિસ્થિતી એન.સી.પી. દ્વારા ઉભી થઈ અને એન.સી.પી. ભાજપની બી’ ટીમ હોય તે રીતની કામગીરી થી નારાજ થઈ એન.સી.પી. ના વરિષ્ઠ અગ્રણી શ્રી બી. જે. ગઢવી, એન.સી.પી. ના પ્રવક્તા શ્રી મનહર પટેલ, એન.સી.પી.ના કોર કમિટીના સભ્ય શ્રી જીવણભાઈ કાબરીયા, શ્રી તખતસિંહ સોલંકી, એન.સી.પી. રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી લલીતભાઈ પટોડીયા, અગ્રણી શ્રી ભરતભાઈ ખસીયા, શ્રી તરૂણભાઈ ગઢવી, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી ધર્મેશભાઈ શાહ, શ્રી આશિષ પટેલ, વિજાપુર તાલુકા પ્રમુખશ્રી મિતેશભાઈ પટેલ, પંચમહાલ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખશ્રી વેદાંતસિંહ ચાવડા, બોટદા જિલ્લાના પ્રમુખશ્રી ઘનશ્યામ ધરજીયા સહિત ૫૦૦ થી વધુ કાર્યકર-આગેવાનો આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજીએ કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.