કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત બેઠક : 25-07-2015
કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, કારોબારી સભ્યશ્રીઓને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ૬૦ વર્ષના શાસનમાં અનેક વિકાસકીય-કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી કોઈને તે દેખાય નહિ તે કોંગ્રેસ પક્ષનો વાંક નથી. કોંગ્રેસ પક્ષની યોજનાઓના નામોમાં ફેરફાર કરીને પોતાનાં નામે યોજનાઓ જાહેર કરવાની નીતિ હાલની કેન્દ્ર સરકારની છે. ૪૨૦ દિવસના કેન્દ્રના શાસનમાં પ્રજાનો મોહભંગ થયો છે અને દેશનાં નાગરિકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. સોનાની દેખાતી ચમક હકીકતમાં ગિલેટ હતો જેની ચમક ઉતારવાની શરૂઆત થઇ ગઈ છે અને લોકો સામે તે અસલિયત જાહેર થઇ રહી છે. કેન્દ્ર સરકારે ચુંટણી પહેલા કરેલી મોટી મોટી વાતોમાં ૩૩ જેટલી બાબતોમાં યુ-ટર્ન લીધો છે. ગુજરાત મોડેલના નામે મોટો મોટો પ્રચાર કરી મત લેનારાઓ આજે હકીકતમાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note