કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી તા. 25મી જુલાઈ વડોદરા ખાતે યોજાશે. : 21-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રથમ વખત વડોદરા ખાતે આયોજીત વિસ્તૃત કારોબારી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ, કાયમી આમંત્રિતો, વિશેષ આમંત્રિતો, કારોબારી સમિતિના સભ્યશ્રીઓ સહિત 600 જેટલા આગેવાનો તા. 25મી જુલાઈના રોજ સવારે 10-00 થી બપોરે 4-00 કલાક સુધી ‘નવસર્જન ગુજરાત’ ના નેજા હેઠળ આગામી સમયમાં ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમજીવીઓ સહિત ગુજરાતના ભવિષ્ય માટે વિસ્તૃત રૂપરેખા અને હાલની રાજકીય, સામાજિક, આર્થિક બાબતોની ચર્ચા કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકાર જે રીતે વહીવટી તંત્ર પરથી કાબૂ ગુમાવી રહી છે પરિણામે સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોના સાચા પ્રશ્નોની અવગણના થઈ રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note