કોંગ્રેસ પક્ષની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે મળેલ કારોબારી બેઠક : 17-10-2016
કોંગ્રેસ પક્ષની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે મળેલ કારોબારી બેઠકમાં પ્રમુખ સ્થાનેથી માર્ગદર્શન આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નાગરિકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને ભવ્ય વિજય અપાવ્યો છે. ભાજપના નકારાત્મક અભિગમ અને પંચાયતી રાજ વિરોધી માનસિક્તાના કારણે જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ કોંગ્રેસ પક્ષને કામ કરવામાં ભાજપ રોડા નાંખી રહ્યું છે. જેનો જવાબ લોકતાંત્રિક રીતે અને કાનૂનિ રીતે પણ કોંગ્રેસ પક્ષ આપશે. રાજ્યમાં ખેડૂતોની હાલત ઘણી જ ગંભીર છે. કેન્દ્રની મોદી સરકાર તમામ નિર્ણયો ખેડૂત વિરોધી લઈ રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો