કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓને મળ્યા : 17-11-2015
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજ્ય ચૂંટણી પંચ તટસ્થતાથી કામગીરી કરે અને મુક્ત-ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી આયોગ ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓને મળ્યા હતા. છેલ્લા ઘણાં સમયથી ચૂંટણી પ્રક્રિયામાં અનેક જાતની તકલીફો અને સમસ્યાઓ જણાઈ રહી છે.રાજ્ય ચૂંટણી પંચ તટસ્થ રીતે કામગીરી કરે તે લોકતંત્ર માટે જરૂરી છે. ચૂંટણી આયોગ સમક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા ઈ-વોટીંગ રજીસ્ટ્રેશન, મતદાન વખતે ઓળખપત્ર અથવા વૈકલ્પિક વ્યવસ્થા, મતદાન મથકો, મતદાન સ્લીપો સહિતના મુદ્દાઓ વિગતવાર રજુ કરવામાં આવ્યા હતા તે અંગે રજૂઆત બાદ પત્રકારો સાથે વાતચીતમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી દિપકભાઈ બાબરીયા, બાલુભાઈ પટેલ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજો બજાવે અને સત્તાધારી પક્ષનું વાંજીત્ર ન વગાડે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો