કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતી : 17-05-2022
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતીમાં સમગ્ર રાજ્યના વિવિધ ઝોનમાં જન સંમેલન કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી જૂન મહિનામાં ચાર વિભાગીય જનસંમેલનને સફળ બનાવવા, દરેક વિભાગમાં તૈયારી – આયોજન માટે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાની ઉપસ્થિતીમાં રાજકોટ, સુરત, વડોદરા અને મહેસાણા ખાતે પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ સહિત એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિત વિવિધ સેલ-ડીપાર્ટમેન્ટના વડાશ્રીઓની બેઠક યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો