કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી પરેશ ધાનાણીના નામને મંજૂરીની મહોર મારી. : 06-01-2018
તમામ ધારાસભ્યોના અભિપ્રાય અંગે રજૂ થયેલ અહેવાલ બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમરેલીથી સતત ચૂંટાતા લોકપ્રિય-સંવેદનશીલ યુવા ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીના નામને મંજૂરીની મહોર મારી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી પરેશભાઈ ધાનાણીની નિમણૂંકને આવકાર સાથે અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી મધુસૂદન મિસ્ત્રી, શ્રી દિપકભાઈ બાબરીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ દિલ્હીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીની પસંદગી કરી છે. ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે ગુજરાતની જનતાની સમસ્યાને વાચા અપાવવા એક યુવા નેતાને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બનાવવામાં આવ્યા તે આવકારદાયક છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ટીમ કોંગ્રેસ તરીકે ગુજરાતની જનતાનો અવાજ બનશે. વિધાનસભામાં અને વિધાનસભાની બહાર ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ પક્ષ રચનાત્મક અને અસરકારક્તા સાથે આક્રમક્તાથી લડત આપશે. ગુજરાતની જનતાએ આપેલ જનસમર્થન – જનઆશીર્વાદ સાથે આપેલ જવાબદારી બદલ કોંગ્રેસ પક્ષ ગુજરાતની જનતાનો આભાર માને છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો