કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જામનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ૧૪ સભ્યો કોંગ્રેસ પક્ષમાં અડીખમ ઉભા : 01-09-2017
કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જામનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ૧૪ સભ્યો કોંગ્રેસ પક્ષમાં અડીખમ ઉભા રહીને ભાજપના કારનામા અને કારસાને નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે રીતે રાજસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ધાક-ધમકી, લોભ-લાલચ આપીને તોડવાના પ્રયત્નો કર્યા તેમાં ભાજપનો કાળો ચહેરો ખુલ્લો પડી ગયો. તે જ રીતે જામનગર જિલ્લા પંચાયત તોડવા છેલ્લા ૧૦ દિવસથી ભાજપ અને મુખ્યમંત્રી સહિતના મંત્રી મંડળના સભ્યો તમામ પ્રકારના કારનામા નિષ્ફળ ગયા છે. આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જે. ટી. પટેલ, પૂર્વ મંત્રી ડૉ. દિનેશ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી લલિત કગથરા અને જામનગર જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષમાં સંપૂર્ણપણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સાથે દગાખોરી કરનારને સબક શીખવાડવા પ્રતિબધ્ધતા જાહેર કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો