કોંગ્રેસ પક્ષના નવસર્જન ગુજરાત સંકલ્પને પ્રજાએ આશીર્વાદ આપ્યા : ભરતસિંહ સોલંકી : 25-12-2015

કોંગ્રેસ પક્ષના નવસર્જન ગુજરાત સંકલ્પને પ્રજાએ આશીર્વાદ આપ્યા છે તે બદલ જનતા જનાર્દનને નમન કરી મીડીયાનો જાહેર આભાર સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને 24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં બહુમતી સાંપડી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ પક્ષનો દેખાવ સારો રહ્યો છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ કોંગ્રેસ પક્ષના 13 ટકા મતોમાં વધારો થયો છે. ભાજપનો ખરાબ પરાજય થયો છે એટલે તેની વિભાજનની માનસિક્તા પરિણામોમાં પણ પ્રદર્શિત થાય છે અને શહેરો અને ગામડાંઓનું અલગ મૂલ્યાકન કરે છે. ગુજરાતના યુવાનો-મહિલાઓ-વેપારીઓ-શ્રમિકો-ખેડૂતો સહિત મધ્યમવર્ગનો કોંગ્રેસ પક્ષ અવાજ બની રહી છે. મધ્યમવર્ગે કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. 24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં બહુમતી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનું તારણ કાઢીએ તો કોંગ્રેસ પક્ષને 107 થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં બહુમત મળ્યો છે. તેવું સ્પષ્ટ થાય છે. આ બાબત દર્શાવે છે કે ભાજપ સરકાર પ્રજાલક્ષી કામો કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ભાજપની ભ્રષ્ટ નિતિને પ્રજા સુપેરે ઓળખી ગઈ છે અને એટલે જ ગુજરાતના નાગરિકોએ નવસર્જન માટે મતદાન કર્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note