કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ સહિત : 08-05-2018
કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ સહિતના જિલ્લાના ચુનંદા આગેવાનો સાથે તા. ૭/૫/૨૦૧૮ થી શરૂ થયેલ બેઠકો બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે અનઔપચારીક વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપસરકારની નિતિ ખેડૂત વિરોધી છે અને સતત જે પગલાં ભરે છે. તે પણ ખેડૂત વિરોધી છે. રાજ્યમાં ચારથી વધુ જગ્યાએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળીના ગોડાઉન ગાંધીધામ, જામનગર, ગોંડલ, રાજકોટ શહેર ખાતેની ઘટના પછી પણ, સરકાર તપાસ કરવાને બદલે માત્ર નિવેદન કરી રહી છે. ભાજપ સરકાર અને તેના મળતીયાઓએ ખેડૂતોના નામે મગફળી ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો