કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામેના આંદોલન સમયે પોલીસ તંત્ર દ્વારા : 01-04-2022
કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામેના આંદોલન સમયે પોલીસ તંત્ર દ્વારા રાજીવ ગાંધી ભવનમાં ઘૂસી જઈને કરેલા ગેરબંધારણીય – ગેરકાયદેસર પગલા સામે રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યકરો – આગેવાનો ભારોભાર આક્રોસ વ્યક્ત કર્યો હતો. ત્યારે, આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં યુવાનો – મહિલાઓ – પદાધિકારીઓએ ભાજપ સરકારના ઈશારે કામ કરતી પોલીસતંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર સાથે વરિષ્ઠ આગેવાન શ્રી બાલુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પરમાર, શ્રી બિમલ શાહ, શ્રી અશોક પંજાબી, ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, વરિષ્ઠ વકીલ શ્રી ઈકબાલ શેખ, શ્રી મોહનસિંહ રાજપૂત, મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતના આગેવાનો એલીસબ્રીજ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈને લેખિતમાં ફરીયાદ એ.સી.પી. – પોલીસ અધિકારીને આપી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો