કોંગ્રેસ દ્વારા પૂતળાદહન અને દેખાવો યોજાયા
કોંગ્રેસના ૨૫ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ આજે અમદાવાદમાં દેખાવો યોજ્યા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું છે કે ગુજરાતમાં ૨૦૦૧થી ૨૦૧૪ સુધી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોનો અવાજ રોકવા વિધાનસભામાંથી વારંવાર સસ્પેન્ડ કર્યા હતા. આ જ રીતે ગુજરાત મોડલના ભાગરૂપે સંસદના ચોમાસું સત્રમાં ભાજપના કૌભાંડી- ભ્રષ્ટાચારીઓને બચાવવા વડા પ્રધાન ચોકીદારની ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપ જે રીતે બિનલોકશાહી કાર્યવાહીને આગળ ધરી રહી છે તે ભારત જેવા વિશાળ લોકશાહી માળખા સામે મોટો પડકાર છે. કોંગ્રેસ પક્ષ સડકથી લઈ સંસદ સુધી ભાજપના બિનલોકતાંત્રિક અને ભ્રષ્ટાચારી કામગીરી સામે સતત કાર્યક્રમો આપશે.
http://www.sandesh.com/article.aspx?newsid=3107668