કોંગ્રેસ ગોરિલા યુદ્ધ લડી ભાજપને પછાડશે: ભરતસિંહ
પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલ દ્વારા નવ સર્જનના નેજા હેઠળ સાયબર મીટનું આયોજન કરાયુ હતું. ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે આયોજીત સાયબર મીટમાંકોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી,પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના આઇટી સેલના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતું અને કહ્યુ હતું કે પ્રશાંત કિશોર કરતા કોંગ્રેસના આઇટી સેલના કાર્યકર્તા વધારે હોશિયાર છે. તેમજ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતું, કે હવે કોંગ્રેસે ગોરીલા યુદ્ધ કરવું પડશે.કારણ કે ભાજપ પાસે સોશિયલ મિડીયા માટે કરોડો રૂપિયા છે. જ્યારે કોંગ્રેસ ગોરિલા યુદ્ધથી લડત આપશે. તો આ પ્રસંગે આવેલા અહેમદ પટેલ પણ શાયરાના અંદાજમાં મોદી સરકાર પર પ્રહાર કરવાનું ચુક્યા ન હતા.
http://gujarati.news18.com/news/ahmedabad/congress-16-723328.html