કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં આર્થિક ધોરણે અનામતનું બિલ લાવશે

– ૨૨મી ફેબુ્રઆરીથી શરૃ તથા સત્રમાં

– બિન અનામતમાં આવતી જ્ઞાાતિઓ માટે આર્થિક ધોરણે ૨૦ ટકા અનામતની જોગવાઇ કરવાનું બિલ

આગામી વિધાનસભાની અંદર અનામતનું બિલ લાવવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. પાટીદારોની અનામતની માગણીને સરકારે નહીં સ્વીકારતા આખરે બિન અનામતમાં આવતી જ્ઞાાતિઓ માટે આર્થિક ધોરણે ૨૦ ટકા અનામતની જોગવાઇ કરવાનું બિલ વિધાનસભા ગૃહમાં લાવવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનાં નિવાસસ્થાને બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં આવી જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે ૨૨મી ફેબુ્રઆરીથી શરૃ થતાં વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ ખાનગી બિલ તરીકે અનામતનું બિલ ગૃહમાં રજૂ કરશે. વર્ષે કેટલી આવક ધરાવતા વર્ગને અનામતનો લાભ આપવાની જોગવાઇ કરવી તેની કામગીરી હજુ ચાલી રહી છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-bharati-solanki