કોંગ્રેસ કાર્યકરો દ્વારા લોકશાહીના “કાળા દિવસ” ના વિરુધ્ધમાં વડાપ્રધાનશ્રીના પુતળ દહન
કોંગ્રસ પક્ષના ૨૫ સાંસદોને બિનલોકતાંત્રિક પદ્ધતિથી પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પડઘા પડ્યા છે. બહુમતિના જોરે વિપક્ષનો અવાજ રૂંધી નાખવાના “લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો થઈ રહ્યા છે. આજ રોજ અમદાવાદ, રૂપાલી ખાતે અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ચેતન રાવલના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનોની ઉપસ્થિતિમાં ઉગ્ર દેખાવો યોજાયા હતા. જેમાં “લોકશાહીના કાળા દિવસ” પ્રધાનમંત્રીના સરમુખત્યારશાહીના વિરોધમાં પુતળાદહન કરવામાં આવ્યું હતું.