કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉનાના મોટા સમઢીયાળા ખાતે દલીત પિડીતોની મુલાકાત : 21-07-2016
- એક તરફ ગાંધી, સરદાર, પંડિત નહેરૃ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા, બીજી તરફ સંઘ-મોદીની વિચારધારાઃ શ્રી રાહુલ ગાંધી
- કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉનાના દલીત પિડીતોના ઘરે જઇ મળ્યા દલિત પિડીતોના શરીરની ઇજાઓ નિહાળી દ્રવી ઉઠયાઃ
- કોંગ્રેસ દ્વારા પિડીતોને પ લાખની સહાયઃ શ્રી ભરતસિંહ સોલંકી
ઉના તાલુકાના સમઢીયાળામાં દલિતો ઉપર અત્યાચાર થતા તેના ઘેરા પડઘા પડયા છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પીડીત પરિવારની મુલાકાતે આવ્યા, શ્રી રાહુલ ગાંધી જયારે મોટા સમઢીયાળામાં પ્રવેશ્યા ત્યારે ગ્રામજનો અને દલીતોએ જય ભીમ, ડો. આંબેડકર અમર રહો, રાજીવ ગાંધી અમર રહો, દલીત એકતા ઝીંદાબાદ જેવા નારાઓ લગાવી તેમને આવકાર્યા હતા. શ્રી રાહુલ ગાંધી સીધા જ પીડીત વ્યકિતના ઘરે પહોંચ્યા હતા. જયાં ખાટલા ઉપર બેસી પીડીત વૃધ્ધ સાથે સતત પોણી કલાક સુધી લાગણીસભર રીતે પરિવારજન હોય તે પ્રકારે આ પીડીતોની વ્યથા સાંભળી હતી. રાહુલ ગાંધીએ દલિત પરિવારના સભ્યો અને પરિવારજનોને મળીને વિગતો મેળવીને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો