કોંગ્રેસ આ ચૂંટણીમાં ૮૦ ટકાથી પણ વધુ સીટો જીતશે : શંકરસિંહ
ચૂંટણીના પ્રચારાર્થે આવેલા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ગોધરા ખાતે ઉપસ્થિતિ કોંગ્રેસનાં કાર્યકરો સમક્ષ ભાજપ સામે આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે આ વખત કોંગ્રેસ ૮૦ ટકાથી પણ વધારે સીટો જીતી લાવશે.
ગદુકપુર ખાતે દાહોદથી આવી પહોંચેલા શંકરસિંહે જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષથી ભાજપ લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાજપ કોંગ્રેસને તોડી ફોડીને કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડાવા આડકતરા પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે આ વખતે સરદારને ધ્યાનમાં રાખીને જે જનતા ૧૫ વર્ષથી નથી સમજી તે ૧૫ મહિનામાં સમજી ગઇ છે. આ વખતે દાહોદ, પંચમહાલ તથા સમગ્ર રાજ્યની તાલુકા, પંચાયત, જિલ્લા પંચાયતો, મહાનગર પાલિકાઓ તથા નગર પાલિકામાંથી ઉભેલા કોંગ્રેસના ઉમેદવારો ૮૦ ટકાથી વધુ પરિણામ લાવી ધોબીપછાડ આપશે. ભાજપ દ્વારા મતદાર યાદીમાંથી અમુક નામો કમી કરી ભલભલાના પત્તા કાપવાના હિન પ્રયાસો કર્યા છે તે પ્રજા સારી રીતે જાણે છે. સરકારી કચેરીઓમાં નિવૃત થયેલાઓને એક્સટેન્શન આપી નવયુવાનો પાસેથી રોજગારી છિનવવાનો હિન પ્રયાસ કરે છે, ત્યારે આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-gujarat-vaghela