“કોંગ્રેસ આવે છે” થીમ આધારિત ઐતિહાસિક બેઠક : 20-03-2017
“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ માટે ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાંથી પંજાના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તથા કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત ચૂંટાયેલા પદાધિકારીઓની યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ઐતિહાસિક બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપની લડાઈ એ વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની લડાઈ ભાજપના જુઠા અને ગુનાહિત પ્રવૃત્તિ કરતાં લોકો સામે છે. ભાજપ મતદાર યાદીમાંથી નામો ડીલીટ કરે તેમ બનશે. મતદાર યાદીમાં ગોટાળા કરશે. આપણે મતદાર યાદી ચકાસણી કરવાની છે. આપણી એક્તા એ તાકાત છે. આઝાદીની લડતમાં અંગ્રેજોને મદદ કરનાર આર.એસ.એસ. ના દગાબાજ લોકો હતા. એ અંગ્રેજોને પણ કોંગ્રેસ દેશમાંથી કાઢી મૂક્યા છે. ચૂંટણી વહેલી આવે આપણે સૌ તૈયાર છીએ. આજની ઐતિહાસિક બેઠક મળી છે. ગુજરાતના નાગરિકો કહે છે કે “ગુજરાતમાં કોંગ્રેસ આવે છે.” ૧૫૦૦ થી વઘુ વિવિધ વિધાનસભામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ૧૮૨ ઉમેદવાર નક્કી થશે. હવે આપણે સાથે મળીને ચૂંટણી લડીશું તો ગાંધીનગરમાં કોંગ્રેસ સરકાર રચાશે એમાં કોઈ જ શંકા નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો