કોંગ્રેસે સંસદગૃહમાં બેનર લહેરાવ્યા, બડે મોદી મહેરબાન, છોટે મોદી પહેલવાન, મોદી મૌન તોડો

કોંગ્રેસના સાંસદોએ વિરોધ પ્રદર્શિત કરવા બાવડા પર કાળી પટ્ટી પણ બાંધી હત

બડે મોદી મહેરબાન તો છોટે મોદી પહેલવાન પીએમ ચુપ્પી તોડો, સુષમા, રાજે કો તુરંત હટાઓ
વિવાદોમાં નામ ઊછળે તેમણે રાજીનામાં આપી દેવા જોઇએ,  જૈન હવાલા કેસમાં મેં અને અડવાણીએ પણ રાજીનામાં આપેલા ઃ શરદ યાદવ

સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ વિપક્ષે સરકારની ચર્ચાની ઓફર ફગાવી ‘લલિતગેટ’માં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેના તથા વ્યાપમ કૌભાંડ મામલે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના રાજીનામાની માગ સાથે હંગામો મચાવતાં બન્ને ગૃહ વારંવાર મુલતવી રહ્યા બાદ બપોરે ૨.૦૦ કલાકે કોઇ કાર્યવાહી વિના પૂરા દિવસ માટે મોકૂફ રહ્યા હતા.
રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ લલિત મોદી પ્રકરણ અને વ્યાપમ કૌભાંડ અંગે ચર્ચાનો મુદ્દો ઉઠાવતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ કોંગ્રેસશાસિત હિમાચલપ્રદેશ, કેરળ અને પુડુચેરીના મુખ્યપ્રધાનો વિરુદ્ધના નાણાકીય ગેરરીતિઓના આક્ષેપોનો ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષ નારાબાજીનું રાજકારણ રમી રહ્યો હોવાનો જેટલીએ આક્ષેપ કર્યો હતો.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/indian-parliament-in-delhi-the-bjp-congress