કોંગ્રેસી પીએમની ટપાલ ટિકિટ બંધ કરવા સામે આવેદન
કોંગ્રેસનાવડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની ટપાલ ટિકિટો બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરીને વહિવટી સત્તાધીશોને આવેદન પત્ર આપ્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇ, મ્યુ.કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સોલંકી, એન.એસ.યુ.આઇ.ના મિતુલ દેસાઇ, ભાવેશ રબારી, પ્રદીપ ભરવાડ સહિતના આગેવાનોએ સોમવારે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર પ્રકાશ મકવાણાને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે બલિદાનો આપનાર ભૂતપૂર્વ વડાપ્રધાનોની ટપાલ ટિકિટો બંધ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય ફાંસીવાદી રાજકારણના ભાગરૂપ છે.