કોંગ્રેસપક્ષ તથા સેવાદળના સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ. : 28-12-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પટાગણમાં કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીની આગેવાનીમાં સલામી આપવામાં આવી હતી. આ સ્થાપના દિન કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી દિપક બાબરીયા, પ્રદેશ ઉપપ્રમુખ તેમજ સેવાદળના પૂર્વ પ્રદેશ ચેરમેન શ્રી મૌલિન વૈષ્ણવ તથા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ચેતન રાવલ સહિત પ્રદેશના વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો