કોંગ્રેસના મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય સંગઠક
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ સંગઠનમાં યુવાનોને જવાબદારી સોંપવાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય સંગઠક તરીકે જવાબદારી સોંપી છે.
સેવાદળના રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય સંગઠક તરીકે શ્રી લાલજીભાઈ દેસાઈને મળેલ જવાબદારીને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો અને કાર્યકરો આવકારી છે.