કોંગેસ આ બધું કરાવતી હોય અને સંખ્યાબંધ પાટીદારો તેમાં જોડાતા હોય તો સરકારે રાજીનામું આપવું જોઇઅ : શક્તિસિંહ ગોહિલ

– પાટીદાર આંદોલન જો કોંગ્રેસ પ્રેરિતની વાત સાચી હોય…
– ભુજમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની સટિક વાત
રાજ્યમાં પાટીદાર આંદોલનનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સરકાર વિરોધી માહોલ પણ ઊભો થવા માંડ્યો છે અને આ બધું જ વિરોધ પક્ષ કોંગ્રેસના ઇશારે કરવામાં આવી રહ્યું છે. આવા આક્ષેપોના સવાલના એક જવાબમાં ભુજ આવેલા અબડાસાના ધારાસભ્ય અને રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એમ સ્પષ્ટ ભાષામાં કહી દીધું હતું કે, જો કોંગેસ આ બધું કરાવતી હોય અને સંખ્યાબંધ પાટીદારો તેમાં જોડાતા હોય તો ભાજપ સરકારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ. કારણ કે, કોંગ્રેસમાં આ બધાને જોડવાની તાકાત છે, તે એક પ્રકારની આ સાબિતી ગણી શકાય.
પાટીદાર સમાજની પોતાની રીતે ચલાવાતી લડતના મામલે આખી ભાજપ સરકાર રાજીનામું આપે તેવું  સટિક નિવેદન પ્રથમ વખત આવી રહ્યું હોવાનું ખૂદ તેમણે કહી દીધું હતું. કચ્છમાં થયેલા ભારે વરસાદ બાદ વહીવટી તંત્રને ઢંઢોળવા અને સરકાર પાસે પૂરગ્રસ્તોના વિશેષ પેકેજની માગણી કરવાના આશયથી યોજાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણામાં સામેલ થવા આવેલા શક્તિસિંહે પાટીદાર આંદોલનના મુદ્દે પણ જવાબો આપ્યા હતા. તેમના કહેવા મુજબ સરકારની કિસાન વિરોધી નીતિ છે અને સમાજે હવે અનામત માટે આંદોલન કરવાં પડે છે.

http://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-shaktisinh-gohil-comment-on-patidaar-movement-at-bhuj-latest-news-5077212-NOR.html?OF10