કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ ૨૦૧૯-૨૦ ના રજુ થયેલ અંદાજપત્રથી દેશમાં મોંઘવારી : 05-07-2019

કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ ૨૦૧૯-૨૦ ના રજુ થયેલ અંદાજપત્રથી દેશમાં મોંઘવારી વધશે. સામાન્ય મધ્યમ વર્ગનાને વધુ સમસ્યાનો સામનો કરવો પડશે. રાષ્ટ્રીયકૃત બેન્કો અને સંસ્થાઓની માળખાને વધુ નુક્શાન થશે. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં આર્થિક મોરચે સદંતર નિષ્ફળ રહી છે. રાષ્ટ્રીયકૃત બેન્કોની એન.પી.એ. માં સતત વધારા સાથે રાષ્ટ્રીયકૃત બેન્કો વધુ નબળી પડી છે. નાના ખેડૂતો-નાના વેપારીઓને મદદકર્તા થાય તેવી કોઈ વાત રજુ કરવામાં આવી નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note