કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા : 28-05-2016

કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ તૈયાર કરેલ એક પુસ્તિકા પ્રસિધ્ધ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવીએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશના ૧૨૫ કરોડ નાગરિકો સમક્ષ મોદી સરકારના ૨૪ મહિનાની જે ખામીઓ છે તેનો કોંગ્રેસ પક્ષ વિગતો રજુ કરે છે ત્યારે મોદી સરકાર કરોડો રૂપિયાના ખર્ચે ઢોલ-નગારા, બેન્ડવાજા અને જાહેરાતોના આધારે ઉત્સવો મનાવતા કહે છે કે, ‘જરા સા મુસ્કુરા દો’. બે વર્ષમાં દેશનો અન્નદાતા ખેડૂત આંસૂ પાડે છે, બે વર્ષમાં અર્થ વ્યવસ્થા ડામાડોળ અને કાળા વાદળ મંડળાઈ રહ્યા છે, બે વર્ષમાં દેશના બેરોજગાર નવયુવાનો ઠેર ઠેર ઠોકર ખાઈ રહ્યાં છે, બે વર્ષમાં વિદ્યાર્થીઓ અને દલિતો પર અત્યાચાર વધી રહ્યાં છે, આવી પરિસ્થિતિ વચ્ચે મોદી સરકાર કહે છે ‘આવો… જરા સા.. મુસ્કુરા દો…’ ત્યારે દેશની અટકી ગયેલ પ્રગતિની અને બે વર્ષમાં દેશની ખરાબ પરિસ્થિતિ રજુ કરી રહ્યાં છે અને તેઓ દેશની બેહાલીનો ઉત્સવ મનાવી રહ્યાં છે ત્યારે સત્યનો અરિસો અમે બતાવી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note