કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળી : 24-12-2020
- કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળી કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર કાર્યકરોની થઈ અટકાયત.
- કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે.
- કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા
- ‘ચલો ખેતરે – ખેતી બચાવો, ખેડૂત બચાવો’ ખેડૂતો સાથે તા. ૨૬ ડીસેમ્બરના રોજ સંવાદ યોજાશે.
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળીના કાર્યક્રમમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ. મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અને ગુજરાતના લાખો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે. ખેડે તેની જમીન ના કાયદાથી કોંગ્રેસપક્ષે ખેડૂતોને જમીનના માલીક બનાવ્યા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો