કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ… : 13-10-2021

કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજ્ય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી થનાર સરકારી મેડીકલ કોલેજો સ્થપાશે તેવુ લોકસભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને સાંસદશ્રી રાહુલ ગાંધી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મેડીકલ કોલેજ જે તે રાજ્યમાં સ્થાપવા માટે કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ અને રાજ્ય સરકાર ૧૩૦ કરોડ નાણાં ફાળવશે તેવુ જણાવ્યું. જે અન્વયે ગુજરાતમાં નવસારી, પોરબંદર અને રાજપીપળા ખાતે ત્રણ મેડીકલ કોલેજો સરકારી નાણાંથી ઉભી થનાર છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note