કેન્દ્રીય બજેટ અંગે પ્રતિકિયા : 01-02-2017

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે,  “પહેલા હતું ગુજરાત યાર હવે છે આખો દેશ વાયદાબજાર” જેવી સ્થિતિ આ બજેટની છે આ બજેટ મૂડિવાદી છે. મોટા મોટા આંકડા સાથે નાણામંત્રીએ રજૂ કરેલ બજેટની ઘણી બધી બાબતો વડાપ્રધાનશ્રીએ ૩૧મી તારીખે જાહેર કરી ચૂક્યા હતા. દેશના સામાન્ય અને મધ્યમ વર્ગને આ બજેટના કોઈ સીધા ફાયદા થાય એવું નથી. રોજગારીના સર્જન, રોજગારી ટકવી જોઈએ તે માટે કોઈ નક્કર રોડમેપ જણાતો નથી. ઉલટાનું નોટબંધીના કારણે ૧૦ કરોડ નાગરિકોએ વિવિધ ક્ષેત્રમાં નોકરી-રોજગાર ગુમાવ્યા છે. રાજકોષીય ખાદ્ય ઘટાડવા માટે જે આંકડા રજૂ થયા છે હકીકતમાં ‘કેગ’ દ્વારા ૪.૩૧ ટકા રાજકોષીય ખાદ્ય દર્શાવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note