કેન્દ્રીય બજેટમાં શિક્ષણ અંગે કરવામાં આવેલી જોગવાઈ અંગે પ્રતિક્રિયા : 01-02-2017

કેન્દ્રીય બજેટમાં શિક્ષણ અંગે કરવામાં આવેલી જોગવાઈ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,  જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારે છેલ્લા ૩ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે નાણા ફાળવણીમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પરિણામે શિક્ષણના મૂળભૂત અધિકારથી દેશના બાળકો વંચિત રહે તેવી સ્થિતીનું નિર્માણ કેન્દ્રની ભાજપ સરકાર આગળ વધી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) માં ફેરફારની વાત તો થાય છે પણ દેશમાં હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઓથોરીટી અને હાયર એજ્યુકેશન ફાયનાન્સ કોર્પોરેશન અંગે કેન્દ્ર સરકારે કોઈ નિતીગત નિર્ણય કર્યો નથી. વન નેશન, વન એક્ઝામ અંગે કેન્દ્રની યુપીએ સરકારે ગંભીરતાથી પગલાં ભરીને શરૂઆત કરી હતી પણ જે તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે રાજકીય રીતે વિરોધ કર્યો હતો. જેનાથી શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સુધારા સામે જે તે સમયે ભાજપની માનસિક્તા ખુલ્લી પડી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note