કૃષિના ભોગે ઉદ્યોગોને લહાણી ”: નિશિત વ્યાસ : 05-03-2016
- કૃષિના ભોગે ઉદ્યોગોને લહાણી”:
- બમણી વીજળી ઉદ્યોગોને ફાળવી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા
- ખાનગી વીજળી ઉત્પાદન વધારવાના પરવાના આપી ગુજરાતની ભાજપ સરકારે ઉદ્યોગોને ગોળ અને ખેડૂતો માટે ખોળની નિતી અપનાવી : કોંગ્રેસ
ગુજરાતમાં ખેતીના ભોગે ઉદ્યોગોને લાલ જાજમ બિછાવવાની શરૂ થયેલી પ્રથામાં આનંદીબહેનની સરકારે તો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પ્રિતિપાત્ર ઉદ્યોગો પર વરસી પડેલી ભાજપની સરકારે ખેડૂતો અને ખેતીની ઘોર ખોદી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસ પક્ષ ઉદ્યોગો અને ખેતીને સરખું પ્રાધાન્ય આપતા હતા અને તે સિસ્ટમ જ ગુજરાત માટે સંતુલિત નિતી હતી પરંતુ આજે કૃષિને ભોગે ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે જે કૃષિપ્રધાન ગુજરાતને બહું મોટું નુકશાન થઈ રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો