કુલદીપ શર્માને ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાયા
નરેન્દ્ર મોદીના હાડોહાડ વિરોધી ગણાતાં પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને ગુજરાત પ્રદેશ congress ના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના રાષ્ટ્ર્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ તેમને આ પદ આપ્યું છે. કુલદીપ શર્મા ગત ૯મી સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાયા હતાં. કુલદીપ શર્મા ગુજરાતમાં અનેક પ્રકારની તપાસનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં મોદી સરકાર દ્રારા તેમને હાંસિયામાં ધકેલી દીધા હતાં અને તેમને ઘેંટા અને ઉન વિકાસ નિગમમાં મોકલી દેવાયા હતાં.
આઈપીએસ અધિકારી તરીકે નિવૃત્ત થયા પછી કુલદીપ શર્માએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કયુ હતું પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાનો આ વિચાર પડતો મૂકયો હતો. આ પછી કોંગ્રેસે તેમને આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણને માન આપીને કુલદીપ શર્મા કોંગ્રેસમાં જોડાયા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ બનાવાયા પછી હવે તેમને ચોક્કસ કામગીરી સોંપવામાં આવશે
http://www.vishvagujarat.com/congress-appointed-vice-president-kuldeep-sharma/