કિસાનોને મોંઘી ખેતી અને પોષણક્ષમ ભાવો મળતાં નહીં હોવાથી આર્થિક મુશ્કેલી દૂર કરવા 60 વર્ષે માસિક પેન્શન આપવું જોઈએ : 20-09-2017
- ખેડૂતોને સિંચાઈ માટે એક જ ભાવે વિજળી આપોઃ કોંગ્રેસ
- કિસાનોને મોંઘી ખેતી અને પોષણક્ષમ ભાવો મળતાં નહીં હોવાથી આર્થિક મુશ્કેલી દૂર કરવા 60 વર્ષે માસિક પેન્શન આપવું જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતમાં ભાજપ સરકારની કિસાન વિરોધી નીતિનાં કારણે ખેડૂતોને ખેતી – સિંચાઈ માટે જુદા જુદા ચાર ભાવથી મોંઘીદાટ વિજળી આપી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે રાજ્યનાં તમામ ખેડૂતોને ખેતી માટે એક જ ભાવથી વિજળી આપી અન્યાય દૂર કરવાની માંગણી કરી છે. તેમણે પોષણક્ષમ ભાવો નહીં મળતાં આર્થિક ભીંસ અનુભવી રહેલાં ખેડૂતોનાં પરિવારોનાં જીવનિર્વાહ માટે 60 વર્ષની ઉંમરવાળા દરેક ખેડૂતો અને ખેતમજૂરોને રૂપિયા 5000 જેટલું પેન્શન આપવા જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો