કિનારા બચાવો અભિયાન – બોટ યાત્રા ભરૂચ ખાતે જનસભા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત કિનાર બચાવો અભિયાન બોટ યાત્રા માંડવીથી શરૂ થઈ આજ રોજ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી હતી. આજ રોજ તા. ૮ મે, ૨૦૧૭ ના સવારે ૯-૩૦ કલાકે ભાડભૂત ખાતે ભારેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા પૂજા-આરતી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના નવેઠા ગામ ખાતે જાહેરસભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ૧૬૦૦ કિ.મી. જેટલો સૌથી લાંબો દરિયા કિનારો, કિનારા ઉપર જમીન તથા દરિયો ખેડનારી સૌથી સાહસિક પ્રજા હોવા છતાં છેલ્લા ૨૨ વર્ષના ભાજપના શાસને દરિયા ખેડનારા માછીમારોને કોંગ્રેસની સરકારે આપેલા અનેક અધિકારો છીનવ્યા છે અને દરિયા કિનારા ઉપર માછીમારો સહિતની પ્રજા માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવાને બદલે કિનારો અને કિનારાની જમીનો મોટા અને માનીતા ઉદ્યોગગૃહોને પધરાવી દેવાયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતેના દરિયા કાંઠાના નાગરિકો સહિત આજરોજ ભરૂચ જિલ્લામાં બહોળો પ્રતિશાદ મળ્યો છે. જે જનતાનું મૂળ બતાવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો