કાળા બજારીયા-સંગ્રાહખોરોને રક્ષણ આપવાનું ભાજપ સરકાર બંધ કરે

  • કોંગ્રેસ પક્ષના ધરણા-દેખાવોના કાર્યક્રમને કારણે ભાજપ સરકાર સફાળી જાગી
  • કાળા બજારીયા-સંગ્રાહખોરોને રક્ષણ આપવાનું ભાજપ સરકાર બંધ કરે

બેફામ મોંઘવારીને કારણે દેશ અને ગુજરાતના નાગરિકોના માઠા દિવસોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રજા વિરોધી ભાજપ સરકારની નિતી અને નિયતને ખુલ્લી પાડવા અને થોડી પણ શરમ ભાજપ સરકારમાં બચી હોય તો સંગ્રહખોર-કાળાબજારીઓને અંકુશમાં લાવે તેવી માંગ સાથે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરમાં આવેલ અન્ન નાગરિક પુરવઠા કચેરીની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા.૨૩/૧૦/૨૦૧૫ ને સવારે ૧૧-૦૦ કલાકે ધરણા-દેખાવો કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપ સરકાર અચાનક કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને મોંઘવારી ઘટાડવા માટે દેખાવ પગલાં લેવાનો વિચાર આવ્યો. કોંગ્રેસ પક્ષના કાર્યક્રમના કારણે ભાજપ સરકારને જવાબદારીનું ભાન થયું અને કોંગ્રેસ પક્ષના આંદોલનથી ગભરાઈને તુવેરદાળના રૂ.૨૦૦/- થી ઘટાડીને રૂ.૧૫૦/- કરી દેવાનું એસીસીએશન સાથે જાહેર કર્યું. ભાવ ઘટાડામાં ૨૫ ટકાનો તુવેરદાળમાં ઘટાડો સરકાર કરી શકે તો તે દર્શાવે છે કે ભાજપ સરકારની સંગ્રાહખોરો સાથેની સાંઠગાંઠ કેટલી મજબુત છે. હકીકતમાં પ્રજાની ખરેખર ચિંતા હોય તો સંગ્રાહખોરો-કાળાબજારિયાઓથી મિલીભગત બંધ કરીને તમામ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ ઘટાડે. તેવું કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note