કાળા નાણા અંગે મોદીના વચનભંગનો રાજકોટ કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ
શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્રારા કાળા નાણાં મુદ્દે નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે સમયે કાળા નાણાં પરત લાવવાની જાહેરાત કરી હતી.પરંતુ આજ સુધી કોઇ પરિણામ ન આવતા કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો. શહેર કોંગ્રેસે 15-15 લાખના મોદીના નામની સહીમાં ‘ફેંકુ’ લખી ખોટા ચેકનું રાહદારીઓને વિતરણ કરી વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ વહેંચેલા ચેક પર કમળના નિશાન સાથે મોદી સ્ટેટ બેંક લખ્યું હતું. ચેક પર ચૂકવણી કરવાના ખાનામાં ભોલી ભાલી જનતા લખ્યું હતું અને ખાતામાં કેટલી રકમ ચૂકવવામાં આવશે તેમાં પંદર લાખ પૂરા ભરવામાં આવ્યું હતું.