કારોબારી મીટીંગ : 25-07-2017
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલ યાત્રિકોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાયદો વ્યવસ્થાની કથળી ગયેલ પરિસ્થિતી અંગેનો ઠરાવ, રોજગારી અંગેનો ઠરાવ, જીએસટી અંગેનો ઠરાવ, ૨૦ ટકા આર્થિક અનામત અંગેનો ઠરાવ, અતિવૃષ્ટિ અંગેનો ઠરાવ, જમીન માપણીમાં મોટી ગેરરીતી અંગેના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો