“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન : 07-06-2017

  • “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
  • કોંગ્રેસ પક્ષ દ્વારા સતત બારમા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.
  • આ પુસ્તક રાજ્યની દરેક શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે,  ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત બારમા વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે. કેન્દ્ર સરકાર દ્વાર દેશના દરેક બાળક માટે શિક્ષણનો મૂળભૂત અધિકાર “રાઈટ ટુ એજ્યુકેશન” ઐતિહાસિક કાયદો બનાવવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note