કાનુન બધા માટે સરખો જ હોવો જોઈએ ભાજપી નેતાઓ, મંત્રી સામે ગુનાઓ નોંધાવવા જોઈએ.’
મહાપાલિકાની ચુંટણીને લઈને રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ એવું કથન કર્યું હતું કે, પાટીદાર યુવક હાર્દિક પટેલ સામે જે રીતે ઉશ્કેરણીજનક ભાષણો, વ્યવહારો હેઠળ રાષ્ટ્રદ્રોહનો ગુનો નોધાતો હોય તો કાનુન બધા માટે સરખો જ હોવો જોઈએ અમિત શાહ, સાક્ષી મહારાજ સહિતના ભાજપી નેતાઓ, મંત્રી સામે ગુનાઓ નોંધાવવા જોઈએ.’
ગુજરાતના કોમી રમખાણથી લઈ બિહારમાં ચુંટણી સમયે અમિત શાહે ‘જે બીજેપીને મત ન આપે તેને પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ, આ ખાય તેને મારી નાખવા જોઈએ’ સહિતના ઉશ્કેરણીજનક વિધાનો ઉચ્ચાર્યા હોવાનું, આવી જ રીતે સાક્ષી મહારાજ અને અન્ય મંત્રીઓ પણ વર્ગવિગ્રહ ફેલાય તેવા જાહેરમાં ઉચ્ચારણો કરતાં હોવાથી આ તમામ સામે પણ હાર્દિકની માફક રાજદ્રોહ લાગુ પડવો જોઈએ’ની વાત વાગોળી હતી.
http://www.sandesh.com/article.aspx?newsid=3167984