કર્મચારીઓને લોલીપોપ આપવાનું બંધ કરી છઠ્ઠા પગારપંચનો પુરો લાભ આપો : 23-04-2016

  • કર્મચારીઓને લોલીપોપ આપવાનું બંધ કરી છઠ્ઠા પગારપંચનો પુરો લાભ આપો
  • મુખ્યમંત્રીએ ‘ભયની પ્રિત’ બંધ કરી ક્યારેક ગાંધીનગરની નગરચર્યા કરવી જોઇએ તો નાગરિકોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે: કોંગ્રેસ

ગુજરાતમાંથી ફેંકાઇ રહેલી અને ગાંધીનગર શહેરમાં સત્તા માટે હવાતિયા મારતી ભાજપની સરકારના હૈયે જો કર્મચારીઓ માટે હિત વસ્યુ હોય તો તેમને છઠ્ઠા પગારપંચની ભલામણો પ્રમાણેના તમામ લાભ તાત્કાલિક આપવા જોઇએ તેવી માંગ કરતાં કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, સતત કામ કરતા કર્મચારીઓની વેદનાને ભાજપની સરકારે ક્યારેય સમજી નથી. કર્મચારીઓએ રાજ્યમાં અને ગાંધીનગરમાં છેલ્લા 15 વર્ષમાં અનેક આંદોલન કર્યા છતાં સરકારે જૂના પગારપંચની માગણીઓ સ્વિકારી નથી અને તે અનુસાર આપવા પત્ર લાભ અને અધિકાર અટકાવી રાખ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note