કર્ણાટકની જનતાની આ જીત સાથે લોકશાહીનો વિજય : 19-05-2018
- કર્ણાટકની જનતાની આ જીત સાથે લોકશાહીનો વિજય છે, સંવિધાનિક સંસ્થાઓને ભાજપ નબળી પાડી રહી છે
- કર્ણાટકમાં લોકશાહીના વિજય-જનતાનો વિજયની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન અને રાજ્યમાં શહેર/જીલ્લા કક્ષાએ ફટાકડા ફોડીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણી કરાઈ
- કર્ણાટકમાં બાહુબળ, સત્તાબળ અને ધનબળના કારમા પરાજય અને ભાજપના અહંકારને પડેલી લપડાક
કર્ણાટકમાં બાહુબળ, સત્તાબળ અને ધનબળના કારમા પરાજય અને ભાજપના અહંકારને પડેલી લપડાક અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બંધારણીય જોગવાઈને વફાદાર રહેવાને બદલે કેન્દ્રની મોદી સરકારના ઈશારે ભાજપને પુરતી સભ્ય સંખ્યા ન હોવા છતાં સરકાર બનાવવાની અનુકુળતા કરી આપી હતી. અગાઉ ગોવામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં સરકાર રચવાની તક અપાઈ ન હતી. મેઘાલય, મણીપુરમાં પણ સંવિધાનનું ઉલ્લંઘન કરીને ગેરબંધારણીય રીતે ભાજપે સત્તા કબજે કરી હતી. કર્ણાટકમાં ચૂંટણીના પરિણામ બાદ ભાજપ પાસે પૂરતી સભ્ય સંખ્યા ન હોવા છતાં સીંગલ લાર્જેસ્ટ પાર્ટીની આડમાં રાજ્યપાલે સરકાર બનાવવાની તક આપીને સરેઆમ બંધારણીય જોગવાઈઓ ઉલટાવવાનું કૃત્ય આચર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો