કરોડો રૂપિયા ફી અને ડોનેશન પેટે ઉઘરાવીને વિદ્યાર્થી-વાલીઓને લુંટનાર : 10-09-2016
કરોડો રૂપિયા ફી અને ડોનેશન પેટે ઉઘરાવીને વિદ્યાર્થી-વાલીઓને લુંટનાર ખાનગી પારુલ યુનીવર્સીટી યુ.જી.સી.ના નિયમોનું અને રાજ્ય સરકારના નિયમોનું સંદતર ઉલ્લંઘન કરે છે. ઉલ્લંઘન કરનાર ખાનગી પારુલ યુનીવર્સીટીને ગેર કાયદેસર ચાલતા ઓફ કેમ્પસ સેન્ટરની સામે પગલા ભરવા વારંવાર રજૂઆત કરતા ઉચ્ચશિક્ષણ કમિશ્નર દ્વારા આપવામાં આવેલી નોટીસના ૪૦ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પગલા ન લઈને ગુજરાત યુનીવર્સીટી, એમ.એસ.યુનીવર્સીટી, સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સત્તાધિશો શિક્ષણમાં લુંટફાટ કરનાર સંચાલકોને છાવરતા હોવાનો આક્ષેપ કરતા ગુજરાત એન.એસ.યુ.આઈ.ના પ્રવક્તાશ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ખાનગી પારુલ યુનીવર્સીટી અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે અલગ-અલગ કેમ્પસ ચલાવે છે. “યુનીવર્સીટી ગ્રાન્ટ્સ કમીશનના એસ્ટાબિલ્સમેન્ટ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સ્ટાન્ડર્ડસ ઇન પ્રાઇવેટ યુનીવર્સીટીઝ રેગ્યુલેશન, ૨૦૦૩ અનુસાર કોઈ પણ પ્રાઇવેટ યુનીવર્સીટી પોતાની સ્થાપનાના ૦૫ વર્ષ સુધી ઓફ કેમ્પસ સેન્ટર, કન્સ્ટીટ્યુઅન્ટ કોલેજ અથવા સ્ટડી સેન્ટર સ્થાપી શકે નહિ. અને આવા સેન્ટરની સ્થાપના માટે યુજીસી અને રાજ્ય સરકારની પૂર્વ મંજુરી જરૂરી છે.” પણ પારુલ યુનીવર્સીટીના સંચાલકોએ કોઈ મંજુરી આજ દિન સુધી મેળવેલ નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો